તું તો છોડી દે આવા તોફાન – જયલાલ નાયક

આલ્બમ: સાંભરે રે

સ્વર: દીપ્તિ દેસાઈ, નિસર્ગ ત્રિવેદી



તું તો છોડી દે આવા તોફાન,
તારી સાથે ના બોલું ના બોલું રે..

હું તો પંખી બનીને આકાશે ઉડું,
હું તો તીર મારેને તને ઘાયલ કરું,
તારા તીરનાં નિશાન હું ચૂકાવું,
તારી સાથે ના બોલું ના બોલું રે..

હું તો માછલી બની ને જળમાં તરું,
હું તો જાળ નાખીને તને પકડી પાડું,
તારી જાળનાં નિશાન હું ચૂકાવું,
તારી સાથે ના બોલું ના બોલું રે..

હું તો નાગણ બનીને જંગલમાં ફરું,
હું તો મોરલી વગાડી તને વશમાં કરું,
તારી મોરલીનાં નાદ ના સુણાવું,
તારી સાથે ના બોલું ના બોલું રે..