Home > અનિલ જોશી, ગઝલ, રાસબિહારી દેસાઈ > હું તો અંધારે મોર બેઠી – અનિલ જોશી

હું તો અંધારે મોર બેઠી – અનિલ જોશી

સ્વરાંકન: રાસબિહારી દેસાઈ
સ્વર:વિભાબહેન દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહ્યો;
નથી સોયમાંથી નીકળતો દોરો, ને મોરલો અધૂરો રહ્યો.

પડી દોરમાં થોકબંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહયો;
હું ગૂંચભર્યા દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહયો.

બહાર ચોમાસું સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહયો;
કીયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને મોરલો અધૂરો રહયો.

  1. July 22nd, 2008 at 12:14 | #1

    રસીલી ગઝલ

  2. nivani patel
    July 22nd, 2008 at 16:58 | #2

    i like this song.

  3. pragnaju
    July 25th, 2008 at 16:18 | #3

    અનિલની મધુરિ મધુરી રચના
    પડી દોરમાં થોકબંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહયો;
    હું ગૂંચભર્યા દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહયો.
    સુંદર્

  4. Kanubhai Suchak
    September 9th, 2009 at 00:24 | #4

    આશા આરત અને અધૂરપને અનિલે કુશળ કસબથી ગુથ્યા. વિભાબેનની ગાયકી પણ અદ્ ભૂત.

  1. No trackbacks yet.