મારી હથેળીમાં – હર્ષ બ્રહ્મભટ્ટ
સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: વિરાજ – બિજલ ઉપાધ્યાય
મારી હથેળીમાં ડૂબી ગ્યો દરિયો ને તરી ગયાં છે બધાં વ્હાણ,
પાણીની છાલકો એવી તો વાગી કે સપનાં થયાં છે લોહીઝાણ.
મારી તે આંખમાં સૂતેલો સૂરજ પણ,
મધરાતે એકદમ જાગ્યો;
દરિયામાં માછલીયે ડૂબી ગઈ ને પછી,
પાણીને શાપ તેનો લાગ્યો.
નદીને કાંઠે ઓલ્યા બાવળની છાંય તળે રડી રહ્યો છે એક પ્હાણ,
મારી હથેળીમાં ડૂબી ગ્યો દરિયો ને તરી ગયાં છે બધાં વ્હાણ.
પંખીએ ડાળ સાથ માથું પટક્યું ને પાછાં,
ડાળીએ દઈ દીધાં ઈંડાં;
વેદનાના આકાશે સમડી ઊડીને ભૈ,
કરે છે ગોળ ગોળ મીંડા.
નદીને કોકનો લાગ્યો છે શાપ કે એ પાણીના નામથી અજાણ,
મારી હથેળીમાં ડૂબી ગ્યો દરિયો ને તરી ગયાં છે બધાં વ્હાણ.
Related posts:









Beautiful imagination craftfully captured in words. Created to captivate!!!
સરસ રચના..
શબ્દો જેવી જ સરસ સ્વર રચના, બન્ને ભગિનીઓએ પણ ગીતના ભાવને બરોબર આત્મસાત કર્યો છે.
સુંદર રચના
મારી હથેળીમાં ડૂબી ગ્યો દરિયો ને તરી ગયાં છે બધાં વ્હાણ,
પાણીની છાલકો એવી તો વાગી કે સપનાં થયાં છે લોહીઝાણ.
વાહ્
બહુ સરસ રચના.
શબ્દો સરસ છે.
કલ્પના બહુ સરસ છે.
દિવસ નિ શરુઆત સરસ થઇ.
સુંદર મજાનું ગીત …….
મધરાતે સૂતેલો સૂરજ ઉગવાની કલ્પના જ અનેરી………
નિ.,
સુંદર ગીત કયાંથિ લઈ આવે છે આવા સુંદર ગીત