Home > ગીત, પ્રવીણ ટાંક > સુદામાનાં ફળીયામાં – પ્રવીણ ટાંક

સુદામાનાં ફળીયામાં – પ્રવીણ ટાંક

August 2nd, 2008 Leave a comment Go to comments

મિત્રો,

Happy Friendship Day to all. મૈત્રી એટલે જીવનની રાહે કોઈની સાથે ચાલતા બનેલું મજબૂત સગપણ. એવો સંબંધ જે આગળ જતાં આપણો પડછાયો બની જાય. આમ તો આજે આ અનોખાબંધનની ઉજવણીનો દિવસ. પરંતુ વાત કરવી છે આજની મિત્રતાની. શું આજે એ સગપણ એટલું જ મજબૂત રહ્યું છે? જેને આપણે આપણો પડછાયો માનીને ગર્વ લઈએ છીએ એ જીવનનાં અંધારે સાચા પડછાયાની જેમ જ સાથ છોડી ચાલ્યો જાય છે!! આજનાં આર્થિક જમાનામાં કેટલો નિર્મળ છે આ સંબંધ? મિત્રતાની વાત નીકળે એટલે કૃષ્ણ-સુદામા યાદ આવે જ. અહીં કવિએ આજના જમાનાનાં સમીકરણોથી તોલી છે આજના કૃષ્ણ-સુદામાની મૈત્રીને..
મિત્રો માપવાના નથી હોતા, પણ પામવાના હોય છે. આપણી સૌની મિત્રતા આમ જ અતૂટ રહે એવી શુભેચ્છાઓ સાથે..

પ્રસ્તાવના: અંકિત ત્રિવેદી
સ્વર: ચંદુ મટ્ટાણી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

છેક દ્વારિકાથી દોડતા આવી સુદામાએ ઉઘાડી નાખેલી ડેલી,
ફાટેલી આંખોએ દંગ થઈ જોઈ એનાં ફળિયામાં લેક્સસ પડેલી.

ફફડતાં હૈયે જ્યાં પગ દીધો ફ્લૅટમાં ત્યાં ફાગણની કોયલ સંભળાઇ,
સોફાઓ દેખીને સૂવા એ જાય ત્યાં આંગણીયા સ્વપનો વિસરાયે,
ઓચિંતા ઝબકીને જાગી જુએ, સૂટ-બૂટ સહેત ટાઇ વિંટેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

પંખા પલંગો કબાટોને જોઈ પછી ધીમેથી ફ્રિજને એ ખોલે,
ફ્રિજમાં કાનાને થિજેલો જોઈ ફોન ઉપાડી મોટેથી બોલે,
હાવ આર યુ કાન, જરા બિઝિ છું યાર, જો આ ઑફિસની ફાઇલો પડેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

સનસેટ જોવાને બેઠા છે સાંજે એ ગાર્ડનનાં ઝૂલે કમ્પાઉન્ડમાં,
ફૅશનીયા છોકરાને ટોમીને લઈ હવે નીકળે છે રોજ રોજ રાઉન્ડમાં,
એના ચહેરે ગોગલ્સ, સહેજ દુખતા મસલ્સ, હોઠ વચ્ચે છે સિગરેટ નમેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

ગોળ ગોળ ખુરશીમાં ફરતા રહી, ઓલ્યા કૃષ્ણની સમૃદ્ધિ તાગે,
વૈભવની વચ્ચે છે એવા ચકચૂર એને દ્વારિકા દરિદ્ર સાવ લાગે,
પોતીકી સાહ્યબી તો દોમ દોમ ફૂટી ને દ્વારિકાતો દરિયે ડૂબેલી,
સુદામાનાં ફળિયામાં લેક્સસ પડેલી..

Please follow and like us:
Pin Share
  1. August 2nd, 2008 at 23:11 | #1

    Happy friendship Day Niraj… ખુબ જ સરસ ગીત… મજા આવી ગઇ.. મારા ગમતા અને રોજ હોઠ પર રમતા ગીતોમાં નું એક.. દિવસ ને અનુરૂપ રચના મુકવી, એ જ તો રણકાર ની ખુબી છે… ચલ, મને તો ખુબ જ ગમ્યુ આજ નુ ગીત… પણ તારો આભાર માની આપણી દોસ્તી ને,ખાસ કરી આજ ના દિવસે તો, આ ભાર નથી જ આપવો..

  2. August 2nd, 2008 at 23:14 | #2

    Happy friendship Day Niraj… ખુબ જ સરસ ગીત… મજા આવી ગઇ.. મારા ગમતા અને રોજ હોઠ પર રમતા ગીતોમાં નું એક.. દિવસ ને અનુરૂપ રચના મુકવી, એ જ તો રણકાર ની ખુબી છે… ચલ, મને તો ખુબ જ ગમ્યુ આજ નુ ગીત… પણ તારો આભાર માની આપણી દોસ્તી ને,ખાસ કરી આજ ના દિવસે તો, આ ભાર નથી જ આપવો.. once again, a very happy friendship day, to u, to Rankaar n to all our friends..

  3. August 3rd, 2008 at 11:34 | #3

    આજ નો મૈત્રી દિન મુબારક હો… આમ જ અપણા બધા વચ્ચેનું મૈત્રીનું અનોખુંબંધન અમર રહે …!

  4. સુરેશ જાની
    August 3rd, 2008 at 14:00 | #4

    પહેલી જ વાર સાંભળ્યું, અત્યારના જીવનની મુશકદોડની ઉપર અત્યંત અસરકારક અને વેધક કટાક્ષ.સૌ સૌની દુનીયામાં લોકો મગ્ન હોય, ત્યારે કાનો ફ્રીજમાં જ હોય અને દ્વારીકા ડુબેલી જ હોય ને?

  5. August 3rd, 2008 at 19:03 | #5

    સરસ ગીત છે.
    આજ ના સમય ને એક્દમ બન્ધબેસ્તુ.
    સમય ભલ્ભલા સમ્બન્ધ ને બદલાવી નાખે છે.
    કોના પર અને ક્યા સમ્બન્ધ પર ભરોસો ક્ર્રવો?
    સ્વર અને સ્વરાન્કન પણ સરસ છે.
    happy friendship day.
    આભાર.

  6. August 3rd, 2008 at 19:21 | #6

    સુદામાનાં ફળિયામાં. અરે વાહ! આફલાતુન કાવ્ય અને તેના ગાયક મારા મિત્ર સ્નેહિશ્રી ચંદુભાઈ મટાણી. માફ કરશો કવિના વખાણ અને આભાર માનવા એ પહેલી વાત અતિ સુંદર.
    કાંતિલાલ પરમાર
    હીચીન

  7. August 3rd, 2008 at 19:43 | #7

    Happy Friendship Day

    સરસ વ્યંગાત્મક ગીત……….
    સાચે જ આ યુગમાં તો આજ વસ્તુ શક્ય છે.

  8. pragnaju
    August 4th, 2008 at 04:44 | #8

    હેપી ફ્રેંડશીપ ડે
    અંકિત ત્રિવેદીની પ્રસ્તાવના:-
    પ્રવીણનું સુદામાનાં ફળીયામાં સરસ ગીત
    અને મધુરી ગાયકી

  9. Vipul
    August 4th, 2008 at 10:45 | #9

    Happy Frinedship Day to YOU, RANKAAR, ALL OUR FRIENDS and RANKAAR LOVERS

    ખુબ સરસ………………….

  10. Parimal
    August 4th, 2008 at 18:56 | #10

    where r u & pls send me your mob. no. for talking with u

  11. Parimal
    August 4th, 2008 at 19:33 | #11

    Khub j Saras Rachana Che.
    ” Gol Gol Khursi ma farata rahi Krishna ni samruddhi ne tage
    Vaibhav ni vacche che chakchur ene dwarika sav daridra lage ”
    Khub j Saras

    Nirajbhai tame london ma cho ? barabar ne
    I am from Bardoli. London ma koi NRI Bardoli na che ke nahi jemno parichay tamari sathe hoi to mane janavaso.

  12. August 7th, 2008 at 12:43 | #12

    ખુબ સુન્દર નિરજ

  13. August 12th, 2008 at 14:49 | #13

    When I log onto rankaar I could not listen to the music—-there is no sound. My computer is working perfectly.Please advise–I will be grateful

  14. January 15th, 2009 at 02:23 | #14

    Old wine in New bottle. Excellent

  15. Jinit Mehta
    June 21st, 2009 at 05:04 | #15

    Unfortunately audio is not available. Could anybody please post it, so that we can listen this as well.

  16. August 8th, 2011 at 09:22 | #16

    રાહ જોતી હતી કોઈ નવા દોસ્તીનાં ગીતની..પણ તું કદાચ વ્યસ્ત હોઈશ.. આમેય ગીત નવું હોય કે જુનું શું ફેર પડે છે .. આપનો ભાવ ક્યા જુનો થવાનો ક્યારેય!! Wish u & our group, a very Happy Friendship Day.

  1. No trackbacks yet.