ચૂંદડીએ રંગ લાગ્યો – અવિનાશ વ્યાસ
સ્વર: પ્રફુલ દવે, આશા ભોંસલે
લાગ્યો લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો,
હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો.
મારી ચૂંદડીના કટકા ચાર,
ચૂંદડીએ રંગ લાગ્યો.
પહેલો તે કટકો લાલ રે રંગનો,બીજો રે કટકો પીળો,
ત્રીજો રે કટકો કેસરીયો ને ચોથે રે કટકો લીલો,
હે મારે માથે છે બેડલાનો ભાર.. હે લાગ્યો લાગ્યો..
હે તારા રે બેડલાનો ભાર હું ઉતારું, હો મારી નવેલી નાર,
તું મારી મનગમતી ગોરી ને હું તારા હૈયાનો હાર,
હે તને સજાવું સોળે શણગાર.. હે લાગ્યો લાગ્યો..
મારું તે બેડલું હું રે ઉતારજો ને કમખાની કત તૂટી જાય,
છલકાતા બેડલામાં જોબનીયું છલકે, ચૂંદલડી ભીંજાય
વિંધે મારા જોબનીયાની ધાર.. હે લાગ્યો લાગ્યો..
હે હિરની દોરીથી ક્યોતો ગોરાંદે તૂટલી કતને સાંધુ,
ક્યોતો ગોરાંદે દલડાથી દલડું પ્રીતની દોરીથી બાંધુ,
કરે પ્રીત્યુનો મોર ટહુકાર.. હે લાગ્યો લાગ્યો..
Related posts:









Excelent
એ્્કેલેન્ત્
હે હિરની દોરીથી ક્યોતો ગોરાંદે તૂટલી કતને સાંધુ,
ક્યોતો ગોરાંદે દલડાથી દલડું પ્રીતની દોરીથી બાંધુ,
કરે પ્રીત્યુનો મોર ટહુકાર.. હે લાગ્યો લાગ્યો..
વાહ્
અવિનાશની ખૂબ સુંદર રચના
પ્રફુલ -આશાના સ્વરમાં મધુર ગાયકી ..
ઘણા વખતે સરસ ગીત સામ્ભલ્યુ.
અવિનાશભાઇ નિ સુન્દર રચના.
લહેકો સરસ છે.
Khub saras rachana che
” tara bedala no bhar hu utaru mari naveli nar,
tu mari managamati gori ne hu tara haiya no har,
tane sajavu sole sanagar “
ધણા વખતે આ ગીત સામ્ભળ્યુ મજા આવિ ગઈ અને એ પણ પ્રફુલ દવે અને આશાજી ના સ્વર માં
ખુબજ સુન્દર
આ ગીત કેવી રીતે સંભળાય્? પ્લએયર ક્યાં છએ?
great website.
Can you please add “tari vaki re paghaldinu fumtu re”
Thanks,
su saras geet che