આલ્બમ: પાંખ ફૂટી આભને
સ્વરકાર: નયનેશ જાની
સ્વર: નયનેશ જાની
મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.
વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.
ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા,
જિંદગી હમણાં જ મેં રંગી હતી.
મેં તરાપો પાણીમાં મૂક્યો અને,
એકદમ વ્હેતી નદી થંભી હતી !