આલ્બમ: સંમોહન

સ્વર: નીતિન મુકેશ, સાધના સરગમ, સુદેશ ભોંસલે



ૐ નમઃ શિવાય..
ૐ જીવનનો મર્મ છે, ૐ જીવનનો ધર્મ છે;
ૐ બ્રહ્મનો તાગ છે, ૐ જીવનનો સાર છે

એક ટીપું બનીને મારે રહેવાનું છે તારા ધોધમાં,
સૂરોથી સજવાનું છે, ગીત ગાવાના છે,
ઊછળી ઊછળીને નાચ કરવાના છે તારા ધોધમાં.
એક ટીપું બનીને..

સાંજ ને સવારના કોમળ તડકામાં આસમાને રંગ મહેંદી રંગાવીને,
અને રઢીયાળી રાતડીમાં રમવા રાસે ચન્દ્રકિરણોની ચૂંદડી ચમકાવીને ,
વાંસલડીના નાદમાં ઘેલી થઈને કૃષ્ણ સંગે રહીને મારે રહેવાનું છે તારા ધોધમાં.
એક ટીપું બનીને..

ઉપરથી પડું એવો શ્વેત થઈ જાઉં ને ધુમ્મસની જેમ હું એવો વીખરાઉં,
ને શિવનું ધનુષ્ય બની એવો છવાઉં ને બ્રહ્મ તણા નાદનું રટણ કરતો જાઉં,
આકાશનું કહેવું કે તારે મોડું થયું આવ પાસે મારી ક્યાં સુધી રહેવું છે આ ધોધમાં.
એક ટીપું બનીને..