Home > ગઝલ, મનહર ઉધાસ, સૈફ પાલનપુરી > આંખોથી લઇશું કામ હવે – સૈફ પાલનપુરી

આંખોથી લઇશું કામ હવે – સૈફ પાલનપુરી

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક રાતે ભર સભામાં મારી ગઝલો સાંભળી
એક ગભરુ નારના ગાલો ગુલાબી થઇ ગયાં
દ્રશ્ય આ રંગીન જોઇ શાયરોના જુથમાં
જે શરાબી ન હતા તે પણ શરાબી થઇ ગયા.

આંખોથી લઇશું કામ હવે બોલવું નથી
રૂપાળું એક નામ, હવે બોલવું નથી
આંખોથી લઇશું કામ…

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી
આંખોથી લઇશું કામ…

પૂછોના પ્રિત મોંઘી કે સસ્તી છે દોસ્તો
ચુકવી દિધાં છે દામ, હવે બોલવું નથી
આંખોથી લઇશું કામ…

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઇ ગઇ
શબ્દો હવે હરામ, બોલવું નથી
આંખોથી લઇશું કામ…

આંખોથી લઇશું કામ હવે બોલવું નથી
રૂપાળું એક નામ, હવે બોલવું નથી
આંખોથી લઇશું કામ…

Please follow and like us:
Pin Share
  1. shyam
    August 3rd, 2008 at 15:51 | #1

    વાહ ભાઇ વાહ…
    કોટી કોટી વાર વાહ વાહ કહીયે તોયે ઓછુ છે આ રચના માટે …
    પુછો ના પ્રિત મોઁઘી કે સસ્તી છે “દોસ્તો”
    ચુકવી દીધા છે …. દામ…
    વાહ ………..

  2. Harish Mehta
    December 10th, 2009 at 11:22 | #2

    રચના બહુ સરસ ગમિ. ફરિ ફરિ વાચવિ ગમે. હદય નિ વાત કરિ વાહ વાહ

  3. February 15th, 2010 at 22:14 | #3

    sir …i m not able to listen …..this…song…

  4. Anjana
    September 2nd, 2010 at 18:25 | #4

    બહુ જ સરસ હિતેશભાઈ વાંચવી ગમે એના કરતા સંભારવી ખુબ સરસ છે ….

  5. dinesh trivedi
    December 11th, 2015 at 10:37 | #5

    વાહ વાહ બહુજ સરસ

  6. Vishnu Solanki
    August 31st, 2017 at 08:59 | #6

    અતિ સુંદર

  1. No trackbacks yet.