Home > આલાપ દેસાઈ, ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ > તે છતાં મારી તરસ – હર્ષ બ્રહ્મભટ્ટ

તે છતાં મારી તરસ – હર્ષ બ્રહ્મભટ્ટ

August 26th, 2008 Leave a comment Go to comments

સ્વર:આલાપ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તે છતાં મારી તરસ તો ક્યાં કદી છીપી હતી,
આમ ઊભાઊભ મેં આખી નદી પીધી હતી.

પાંદડા ભેગાં કરીને જેમ દરજીડો સીવી,
એમ મેં તૂટી ગયેલી કૈંક ક્ષણ સીવી હતી.

આભ આખું એકદમ તૂટી પડ્યું તો શું થયું?
વેદના વરસાદની માફક અમે ઝીલી હતી.

ટ્રેન ઊભી હોય શબવત્ રાહમાં સંકેતની,
જિંદગી આખીય મારી એ રીતે વીતી હતી.

ત્યારથી હું હર સમય મારા નશામાં હોઉં છું,
શૂન્યતાની એક પ્યાલી એમણે દીધી હતી.

  1. Bharat Pancholi
    August 30th, 2008 at 15:37 | #1

    વાહ ગુજ્રરાત વાહ્..

  2. July 19th, 2011 at 04:10 | #2

    કવિ હર્ષ બ્રહ્મભટ્ટને ૨૦૦૯ માટેનો ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સરસ રચના છે .

  3. vishal pandya
    November 25th, 2014 at 06:09 | #3

    અમને ખૂબ ગમ્યુ

  1. No trackbacks yet.