આલ્બમ: સૂરજ ઢળતી સાંજનો
સ્વર: મનહર ઉધાસ
“સમયનો સાદો નિયમ છે કે એ અટકતો નથી,
નિયમ છે પ્રેમનો સાદો કદી એ ટકતો નથી,
તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો,
ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી.”
સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય,
સદ્-ભાગી કો’કને જ ફળી જાય છે સમય.
રહેશો ના કોઈ પણ આ સમયના ગુમાનમાં,
સરતો હવાની જેમ સરી જાય છે સમય.
ક્યારેય કોઈ એકનો થઈને રહ્યો નથી,
રાજા અને નવાબનો બદલાય છે સમય.
‘આઝાદ’ અણઉકેલ સમસ્યા છે આ સમય,
સમજી શકે છે તેમને સમજાય છે સમય.