લે બોલ હવે તું – રમેશ પારેખ
સ્વર: સાધના સરગમ
દરિયામાં હોય એને મોતી કહેવાય છે.
તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું: લે બોલ હવે તું.
પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ અવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું: લે બોલ હવે તું.
ઊંચી ઘોડી ને ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું: લે બોલ હવે તું.
Related posts:









શ્યામ તૂજે મિલનેકા સતસ્નગ યે બહાન હે
પ્રભૂ તૂજે મિલનેકા સતસ્ન્ગ યે બહન હે
અત્ચૂતમ કેશવમ રામ્નારયન
ગુજરતિ કાવ્યો, ગજલો અને સન્ગિત બહુ વાન્ચ્યુ / સામ્ભલ્યુ – પ્રુશોત્તમ્ન્હૈ, આશિત્, રાસ્-બિહારિ
મુન્શિ ભાઇયો,દેવ કુમાર ત્રિવેદિ વિગેરે. રન્કાર સાથેનો સમબન્ધ બહુજ તાજો, એમ થયુ કે આજ સુધિ કેમ અન્જાન રહ્યો ! હવે, હર્રોજ માર પોતન મૈલ જોઇ ને પચ્હી એક વખત્ જો રન્કાર મા નજર નહિ નાખિ તો ઉન્ઘ નહિ આવે.ઋઅન્કાર ને ખુબ ખુબ શુભેચ્ચ્હઓ
મસ્ત ગીત છે…!! સુંદર કર્ણપ્રિય સ્વર સાધનાનો … તમે પણ દરિયામાં થી મોતી શોધી લાવો છો..
રમેશ પારેખ ની રચના સરસ છે.
તેમનિ બધિ જ રચના ઓ સરસ હોય chhe.man ne sparshi jay tevi.
panchhi vachhoi koi ekli jagya ne tame malo kahesho ke bakhol,ane ugyu marama jadvu ke jhadva man ugi chhu hu.
bahu saras chhe.gayu pan saras chhe.
સરસ…
ર.પા.ના સુંદર શબ્દોને સુંદર સ્વર મળ્યો…
ગુજરાતી કવીતાનુ રસપાન….અલ્હદ આનન્દ આપે ….ધન્યવાદ
રપાની રચના
સાધનાનાં સ્વરમા
કેવી સરસ લાગે છે!
રમેશ પારેખ તો મારા ગામના કવિ. મને તો તેમનિ દરેક રચના ગમે ચ્હે. તમે આટ્લો સરસ કવિતા થાળ પિરસો ચ્હો, તેથિ હુ આપનો આભારિ ચ્હુ.
આ જ ગીત અમર ભટ્ટના સ્વરમાં ક્ષેમુ દિવેટિયાએ પણ સંગીતબધ્ધ કર્યું છે
http://preetnageet.blogspot.com/2009/07/blog-post_24.html
રણકાર અને ટહુકોનું એવું વ્યસન થઇ ગયું છે કે તેના વિના ચાલતું નથી