અમે અમદાવાદી – અવિનાશ વ્યાસ
મુળ અમદાવાદી થઇને જો હું આ લોકગીત ભુલી જઉ એ કેમ ચાલે… તો આ ગીત મારા અમદાવાદ માટે…
સ્વર: સજંય ઓઝા
અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
અમદાવાદના જીવનનો સુણજો ઇતિહાસ ટચુકડો,
જ્યાં પેહલા બોલે મિલનુ ભુંગળુ પછી પુકારે કુકડો,
ને સાઇકલ લઇને સૌ દોડતા, રળવા રોટલીનો ટુકડો,
પણ મિલમંદિરના નગદેશ્વરનો રસ્તો કયાં છે ટુંકો,
મિલ મજદુરની મજદુરી પર શહેર તણી આબાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
સમાજવાદી… કોંગ્રેસવાદી… શાહીવાદી… મુડિવાદી….
નહિ સમિતિ… નહિ કમિટિ… નહિ સોશ્યાલિસ્ટની જાતીવાદી…
નહિ વાદ ની વાદવિવાદી… ‘M’ વિટામિનવાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
ઉડે હવામા ધોતિયુ ને પેહરી ટોપી ખાદી,
ઉઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
આમ જુઓતો સુકલકડી ને સુરત લાગે માંદી,
પણ મન ફાવેતો ભલભલાની ઉથલાવીદે ગાદી,
દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
અરે પોળની અંદર પોળ, ગલીમા ગલી, ગલી પાછી જાય શેરીમા ઢળી,
શેરી પાછી જાય પોળમા વળી, વળી પાછી ખડકીને અડકીને ખડકીને ગલી,
અરે મુંબઇની એક મહિલા જવા જમાલપુર નીકળી,
ને વાંકીચુકી ગલી-ગલીમા વળી વળી ને ભલી,
ભાઇ માણેકચોક થી નીકળી પાછી માણેકચોકમાં વળી,
આવીતો ભાઇ બહુ કેહવાની… આતો કહિ નાખી એકાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
જેનુ પાણી લાવ્યુ તાણી ભારતની આઝાદી…
ભાઇ, અમે અમદાવાદી… અમે અમદાવાદી…
Related posts:









hi niraj, me and kaushal both like gujarati songs. u’ve started a very good thing. by this time i’ve listened all the songs. thanks a million. we had such good fun. i’ve forwarded this to all my friends. keep it up dear. thank you. sure, we will definately post our farmaish.
અમદાવાદ નુ સરસ મજાનુ !!
Neerajbhai
Thank you very much for this absolutely wonderful collexction. I wish you could have an option to even download the songs.
Mitesh
This is is very good site. I am a fan of Gujarati songs. I wish I could download all of these songs and also would be nice to have a Kareokee tracks available for these songs.
Great job. really nice website.
vipul
ખુબ સુન્દર કાર્ય. અભિનન્દન. ગુજરાતી લખતા તકલીફ. આભાર.
સિદ્ધાર્થ અને ગીતાના નમસ્કાર.
બ્હુજ સુન્દ્ર્ર્ર્ર્ર અવિ રિતેજ સેવઆ કર્તા રહો
રોય પારેખ્
અતિ મજાનઉ અવિ રિતેજ સેવઆ કર્તા રહો
રોય પારેખ્
I am going to learn to write proper Gujarati
અભિનઁદન
થોડા શબ્દો માઁ પુરુ અમદાવાદ ત્થા અમદાવાદ,
અને તેના લોકો બાબત પુરિ વિગત આવિ સમાવિ.
ફર્ઇ ધન્યવાદ
બ
મ જા આવી ગ ઈ. wonderful collection..
અમે અમદાવાદી અમે અમદાવાદી..વાહ ભાઇ વાહ..પોળ ની યાદ આવિ ગયી..
thanks million, your songs have led to past sweet memories. Cream of gujarati literature like songs Zaverchand Meghani., Amarit Ghayal, Keep tghis good effort to refresh guarati language through kavita, songs etc Navin Doshi
Very nice site. Songs are excellent. Thank you.
ઘણીવાર વારંવાર સાંભળ્યા પછી પણ આ ગીત સંભાળવાની બહુજ મજા આવે છે. ખુબ ખુબ અભાર ! શ્રી અવિનાશભાઈ વ્યાસજી ની કૃતિઓ એટલે જવાબ જ નથી! સુંદર ભંડોળ માટે ગુજરાતીઓ હમેશા આભારી રહેશે.