એવા આ હસ્તાક્ષર – શ્યામલ મુન્શી
સ્વર: જગજીત સિંહ
અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર.
વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર
ફૂલ ફૂલની ઓળખ લઈને ખુશ્બુ વહેતી ઘર ઘર
સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર.
એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે
એક જ પીંછીં રંગ ભરે ને દ્ર્શ્ય સજીવન લાગે
કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર
સૂર શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર
એવા આ હસ્તાક્ષર.
Related posts:









ખૂબ સુંદર શબ્દો…
વારંવાર સાંભળ્યા કરીએ તેવું મધુરું ગીત
એક તો શબ્દો મારકણા, બીજુ જગજીત, બાકી શ રહીયુ?
Shri Nirajbhai
Very sweet voice, nice words and apealing expression by Jagjitsing.
Thank you very much
Thakorbhai Rawal
Nirajbhai,
what a “GAZAL” excellent words.Really ‘Mr.Munshi’ has
written this from his heart and does need “Hastakshar”
on his imagination.
anand
નીરજ ઘણા સમય પહેલા આ કવન રેડીયો પર સાભળવા મળ્યુ હતુ તો પછી આજે મળ્યુ મજા આવી ગઇ