આલ્બમ: સંમોહન
સ્વર: નીતિન મુકેશ
“મહેમાન પલકવારનાં અહીં,
સફરનાં સાથીઓ બધા અહીં,
જાવું જરૂરી છે સૌએ કહીં કહીં,
અલવિદા અલવિદા અલવિદા.”
હું છબી બની ગયો, જગતને ગમી ગયો;
હું છબી બની ગયો, એને પણ ગમી ગયો.
રડાવી મને તમે હસતાં હતાં,
કેમ આંસુ ભર્યાં નૈણ ગમતાં હતાં?
ધડકન નથી ભલે, નીરખી રહ્યો તને,
બેશરમ બની ગયો, એને પણ ગમી ગયો.
ઘાયલ ઘણો થયો કટંકોની મહીં,
પુષ્પમાળા લઈ શીશ નમતાં અહીં,
લટકતા ભીંત પર કાળને કહેતો રહ્યો,
હવે તને મળી ગયો, વખતમાં ભળી ગયો.