Home > ઉમાશંકર જોષી, ગીત, બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય > ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું – ઉમશંકર જોષી

ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું – ઉમશંકર જોષી

October 30th, 2008 Leave a comment Go to comments

સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય

અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વનવનનાં પારણાંની દોરે, શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે, ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે, વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઇ સેંથીની વાટે, લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે, કે નહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

Related posts:

  1. October 30th, 2008 at 14:43 | #1

    વાહ બહુ સરસ ગીત ગોત્યુ. આભાર !

  2. pragnaju
    October 30th, 2008 at 19:38 | #2

    અમે જોઇ વળ્યાં દિશદિશની બારી, વિરાટની અટારી,
    ઉરે આંસુ પછવાડે હીંચતું, ને સપનાં સીંચતું,
    કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.
    કેવી સુંદર પંક્તીઓ
    અને મધુરો અવાજ
    વાહ્

  3. Pravin Shah
    October 31st, 2008 at 10:34 | #3

    સુંદર ગીતને મળ્યો મધુરો અવાજ !

  4. Bharat Pancholi
    October 31st, 2008 at 14:35 | #4

    હૂ એમ માનુ કે આ વેબ બહુજ ઉપ્યોગિ હય્.

  5. Capt. Narendra
    November 1st, 2008 at 22:20 | #5

    સુંદર ગીતને એટલુંજ સુંદર સંગીતબદ્દધ કરી મધુર કંઠે ગવડાવી પ્રયોજકોએ ક્માલ કરી છે. ગીત ફરી ફરી સાંભળ્યું અને દિવાળી ઉજવી!

  6. JYOTI JOSHI
    November 2nd, 2008 at 17:33 | #6

    SUPERBBBBBBBBBBBBB!!!!

  7. November 2nd, 2008 at 18:37 | #7

    સરસ ગીત છે.
    સરસ ગવાણુ છે.
    ગીત એમ જ મળતા નથિ.
    સરસ..

  8. Prabha Pankhania
    November 4th, 2008 at 18:58 | #8

    ગિત દિલ માથી માલિયુ સરસ્.

  1. No trackbacks yet.