Home > ગીત, માધવ રામાનુજ > અમે કોમળ કોમળ – માધવ રામાનુજ

અમે કોમળ કોમળ – માધવ રામાનુજ

November 12th, 2008 Leave a comment Go to comments

હળવા તે હાથે ઉપાડજો અમે કોમળ કોમળ,
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ.

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ.

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી;
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ.

હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો,
ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો;
કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ,
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ.

Related posts:

  1. suresh jani
    November 12th, 2008 at 15:47 | #1

    મારું બહુ જ પ્રીય ગીત . કવી પરીચય આપે છે , તે ગમ્યું

  2. pragnaju
    November 12th, 2008 at 16:40 | #2

    હળવા તે હાથે ઉપાડજો અમે કોમળ કોમળ,
    સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ.
    ભાવ પ્રધાન ખૂબ સુંદર ગીત

  3. Jigisha Mehta
    November 12th, 2008 at 19:21 | #3

    The singer seems like Rasbihari Deasi.
    Very touching song. Enjoyed.
    Jigisha Mehta

  4. kedar
    November 14th, 2008 at 21:47 | #4

    વાહ નિરજ, મજા આવી ગઇ…

  5. indravadan g.vyas
    November 19th, 2008 at 09:08 | #5

    ખુબ સરસ રચના.છેલ્લા ચાર પઁકતિ મા લળજો હોવુઁ જોઇએ,લખજો ને બદલે.મે અસલ ગીત કવિના સ્વરમાઁ સાઁભળ્યુઁ છે.
    કવિ દાદુ લખેછે.

  6. sanjay pandya
    November 20th, 2008 at 12:10 | #6

    અતિઉત્તમ કાવ્ય…bhaavvahi gaan …

  7. MAYUR MARU
    November 21st, 2008 at 07:22 | #7

    આસરે ૧૯૭૫ મા રાસ્ભાઇ મારે ઘેર મેહ્ફિલ મા આ ગીત ગાઇ રોઇ ઉથ્યા હતા – ત્યાર થી, કોમલ્
    કોમલ જ્યારે ગવાય ચ્હે, ત્યારે ત્યારે રાસ ભાઇ યાદ આવે ચ્હે.

  8. Piyush
    November 21st, 2008 at 20:53 | #8

    આ ગિત રાસભાઇ ઐ ગાયુ છે? ચોક્કસ? જાને કોઇ નોન ગુજરાતિ ઐ ગાયુ હો ઐવુ લાગી આવે ચે.
    can you pleae confirm it?

    Thanks,

  9. November 27th, 2008 at 06:58 | #9

    નીરજ , આ રાસભાઈનો અવાજ નથી?

  10. November 27th, 2008 at 07:33 | #10

    હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો,
    ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો
    ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન ફળજો

  1. No trackbacks yet.