Home > કમલેશ સોનાવાલા, ગીત, ભુપિન્દર સીંગ > જીવનનો મધ્યાહન – કમલેશ સોનાવાલા

જીવનનો મધ્યાહન – કમલેશ સોનાવાલા

November 11th, 2008 Leave a comment Go to comments

સ્વર:ભુપિન્દર સીંગ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જીવનનો મધ્યાહન છતાં સાંજ શોધું હું શાને?
સાગર મધ્યે પ્હોંચ્યા છતાં સાહિલ શોધું હું શાને?

ખળખળ વહેતું નિર્મળ ઝરણું સાગર શોધે એ શાને?
મનનું હરણું દોટ મૂકે વિસામે શોધે એ શાને?

રાજમારગની બની કેડીઓ, કેડીએ કંટકો શાને?
નિર્જન મારગ એક લાચારી, શોધું હું સંતો શાને?

રાધા ગોરી કાન છે કાળો, રંગ નીરાળા શાને?
અંત વિનાનાં અંધારા જગમાં આતમ દિવડા શાને?

ચાંદલીયા તારલીયા સંગે રમતો હું નશ્વર શાને?
બ્રહ્મ મુહુર્તમાં આંખો ખોલી શોધું હું ઇશ્વર શાને?

Please follow and like us:
Pin Share
  1. Captain Nidhish Dalal
    November 12th, 2008 at 05:00 | #1

    Why? Why? Why? The creation is so.. good. Kamalesh Tusi great ho. Thanks Niraj for serving us such cool songs.

  2. pragnaju
    November 12th, 2008 at 16:47 | #2

    સુંદર ગીત—
    યાદ આવી
    જીવન સંધ્યા નુ તનુ
    સહુ સાથ છોડી જશે
    પ્યારુ ઘર નું આંગણું
    આ તન પણ દગો દેશે
    આ પિંજર પડી જશે

  3. Ashok
    November 14th, 2008 at 23:37 | #3

    Great Job…Your selection is very good. Can you take DMR out please.

    Thanks……..Ashok Thakkar

  4. Jyoti Joshi
    November 15th, 2008 at 01:27 | #4

    very touchy song, thanks Nirajbhai .u r doing the great job.

  1. No trackbacks yet.