આંખડી – રમણભાઈ પટેલ
સ્વર: સાધના સરગમ
આંખડી હો તારી આંખડી,
તારી આંખડી ઝબકી જાય,
સખી રંગભરી તારી આંખડી.
વિજ સમી ઝબકી, હૈયામાં ઉતરી,
જાતાં દઝાડી ગઈ એકદમ ચમકી;
લજવાતી લહેરી જાય..
સખી રંગભરી તારી આંખડી..
હૈયું ઝબકાવતી, નૈના તલસાવતી,
હૈયાનાં અમૃતને હેતે છલકાવતી;
મારા હૈયાને ભીંજવતી જાય..
સખી રંગભરી તારી આંખડી..
ઝબકી ઝબકાવતી, પલકારા મારતી,
મીઠા મધુર કોડ હૈયે રેલાવતી,
સુના સપના સંકોરતી જાય..
સખી રંગભરી તારી આંખડી..
Related posts:









સુંદર ગીત …!!
thank u .bahu ja saras geet ,voice.
A very good poetry. Appreciated.
સાધનાના સ્વરમાં મધુરુ ગીત
યાદ આવી
જોઇને તારુ સ્મીતભર્યુ મુખડું છલકી જાઇ છે આંખડી,..