ટન ટન ટન બેલ પડ્યો…
આજે બાળદિન નિમિત્તે સાંભળીએ એક મઝાનું બાળગીત..
સ્વર: ઐશ્વર્યા, આશિની, સુપલ, ચાર્મિ
ટન ટન ટન બેલ પડ્યો ને સ્કૂલમાં થઈ ગઈ છૂટ્ટી,
ભારી દફતર ખભે મૂકીને મેં તો દોટ મૂકી.
યુનિફોર્મ છે વિખરાયેલો ને નીચે ખુલ્લું દફતર,
બુટની દોરી છૂટ્ટી છે ને બેલ્ટ ઢીલો ને બક્કલ,
સ્કૂલ લાગે છે જાણે મેદાને દંગલ..
નોટબુકનાં પાના ફાડી પ્લેન બનાવવા બેઢા,
સ્કૂલનાં દરવાજે અમે તો રીક્ષા કાજે બેઢા,
થઈ રહી છે ચોપડાઓની જુઓ અદલા બદલી,
લંચબોક્ષ ખાલી કરવાની છે ઉતાવળ કેટલી?
પંજરમાંનું પંખી જાણે જાય કશે ઉડી..
No related posts.









Very good song. Remind me my childhood.
બાળદિનની શુભચ્છાઓ
અને આટલા સુંદર મધુર બાળગીતનાં અભિનંદન્
ટન્.. ટન્…. ટન્….સાંભળીને આજે પણ એ જ
આનંદ, જાણે સ્કૂલ છૂટ્યાનો બેલ !!
બહુ મજા પદિ મને સ્કુલમા કામ આવશએ
really i just remembered my school days..
we were very eagerly waiting for the belll….
tan.. tan.. tan….
thanks !
બહુ જ સરસ ગિત .ગાયુ ચે બહુ જ સરસ્
કવિ કોણ એતો લખવુ જોયે ને? પણ ગિત સર અને મજા નુ.
ભૂલથી ઠ ને બદલે ઢ વપરાયેલ લાગે છે
નોટબુકનાં પાના ફાડી પ્લેન બનાવવા બેઠા,
સ્કૂલનાં દરવાજે અમે તો રીક્ષા કાજે બેઠા,
NICE
આને આપણે બાળકો ની ખુશી કહેશું કે વ્યથા ?
ખુબ સરસ છે.