Home > અમર પાલનપુરી, ગઝલ > તરછોડ્યો જ્યારે આપે – અમર પાલનપુરી

તરછોડ્યો જ્યારે આપે – અમર પાલનપુરી

November 18th, 2008 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તરછોડ્યો જ્યારે આપે હસવાનું મન થયું,
બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું.

ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું,
સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું.

દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,
નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું.

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહીંતર કાં એની લાશને તરવાનું મન થયું.

Please follow and like us:
Pin Share
  1. November 18th, 2008 at 11:32 | #1

    સુંદર શબ્દો…!

  2. pragnaju
    November 18th, 2008 at 16:20 | #2

    ખૂબ મધુર
    ક્અમરનાં અમર શબ્દો
    તરછોડ્યો જ્યારે આપે હસવાનું મન થયું,
    બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું.

  3. October 8th, 2010 at 11:51 | #3

    Aa ghazal khub j sachu kahe che ke koi tarchode tyare kevu lage che.Aa ghazal khub j mast che jene sambhadtaj mari ankha ma ansu avi gaya.

  1. No trackbacks yet.