Home > અવિનાશ વ્યાસ, ગીત > ભીતરનો ભેરૂ – અવિનાશ વ્યાસ

ભીતરનો ભેરૂ – અવિનાશ વ્યાસ

November 19th, 2008 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રે,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો,
હે વાટે વિસામો લેતાં જોયો હોય તો કે’જો.

એનાં રે વિના મારી કાયા છે પાંગળી,
આવે આંખ છતાંયે મારી આંખ્યું છે આંધળી,
મારા રે સરવરીયાનો હસંલો રીસાયો રે.
હે સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કે’જો.

તનડું રૂઠાણું મારું મનડું રુંધાણું,
તાર તૂટ્યો ને અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે.
હે આછો સળગતો કોઈએ જોયો હોય તો કે’જો.

Please follow and like us:
Pin Share
  1. Thakorbhai Rawal
    November 19th, 2008 at 15:00 | #1

    Nirajbhai
    Sorry for not writing for long time
    Daily I am receiving new things and enjoying with family
    It is recharging energy
    Thanks for keeping in touch
    Thakorbhai

  2. pragnaju
    November 19th, 2008 at 17:37 | #2

    અવિનાશની અમર રચના અને મધુરી ગાયકી
    ખૂબ સુંદર

  3. November 19th, 2008 at 17:41 | #3

    અતિ મધુર અને અર્થસભર રચના. સાંભળીને દિલ દ્રવી જાય તેવુ ગીત. ખરેખર આભાર!

  4. Aakash
    November 19th, 2008 at 22:41 | #4

    Very nice!
    As Thakorbhai said, it “Recharged”. 🙂

  5. nikki patel
    November 20th, 2008 at 02:25 | #5

    very very nice……

  6. November 20th, 2008 at 02:47 | #6

    ખુબ જ સરસ શબ્દો અને રચના છે.
    અર્થ ઘણો જ સરસ છે.
    કોઇ ને મળે તો મને મોક્લવજો ..

  7. November 22nd, 2008 at 08:49 | #7

    સરસ સ્વર,શબ્દ અને ભાવ….!!

    ગાયિકા.. હંસાબેન દવે ?

  8. jay shah
    December 7th, 2008 at 07:11 | #8

    મને આ બધા ગિતો ખુબ ખુબ ગમે ચ્હે. આભાર .એન્ગ્લિશ કિ બોર્દ વાપરતા ગુજરાતી લિપિ લખાય તે નો અનુભવ અદ્ભુત જયન્તિભાઇ.

  9. SACHIN KOTHARI
    August 3rd, 2009 at 11:34 | #9

    This is a great task to revive gujarati treasure. Gujarati Songs and Poetries , Gazals and marriage songs everything recharge our mental batteries. Thanks to you.

  10. Pulastya Vora
    November 22nd, 2014 at 06:00 | #10

    મા. સાહેબશ્રી
    ઈસ્માઈલ વાલેરાના ગાયેલા ગીતો હોય તો મુકજો

  1. No trackbacks yet.