મેળાનો મને થાક લાગે – હરિન્દ્ર દવે
સ્વર: વિરાજ – બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન: દિલીપ ધોળકીયા
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.
ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે.
એના પાવાનો સૂર ક્યાંય હલક્યો?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે.
Related posts:









Absolutely superb lyrics, full of spirituality !
Composition of music by Dilip Dholakia and sung by Viraj-Bijal Upadhyay equally well.
Ramesh Davda
સરસ ગીત છે અને સારુ ગવાયુ છે.
I cann’t type in gujrati.Viraj-Bijal sings good.
Can you please load song of original singer.(I don’t remeber original singer Hansha dave , Asha Bhosle).
one more request I want to listen Bijal-Viraj BAL-GEET.
“PALGHAR AAVYU NARIYAL PANI”
THANKS
મેહેરબાની કરી લ્ય્રીચ્સ ને કોપ્ય પસ્તે કરવા દ્યો .
very good song I like it very much
ક્યાં બાત ..!!
જલસો પડી ગયો
એક દમ સરસ સ્વરાંકન ,શબ્દો અને અવાજ …!!