જ્યારે પ્રણયની જગમા – આદિલ મન્સુરી
સ્વર: મનહર ઉધાસ
“એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ,
કોણે કહ્યું કે લયને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળખાય ગઝલ”
જ્યારે પ્રણયની જગમા શરુઆત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેંક,
રસ્તામા તારી સાથે મુલાકાત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.
જ્યારે પ્રણયની જગમા…
ઘુંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.
જ્યારે પ્રણયની જગમા…
ઉતરી ગયા છે ફુલના ચહેરા વસંતમા,
તારાજ રુપ-રંગ વિશે વાત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.
જ્યારે પ્રણયની જગમા…
‘આદિલ’ને તે દિવસ થી મળ્યુ દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસ થી શરુઆત થઇ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજુઆત થઇ હશે.
જ્યારે પ્રણયની જગમા…
Related posts:









really this is a great collection specially GARBA and GAZALS now i can refresh my mood any time.. thanks lot Mr. Shah…i recommeded this site to my friends and they liked it very much….
ખરે ખર આ ગજલે તો દિલ મા ડન્કો મારિ દિધો..
પન મરે *** શીવાજી નુ હાલરડુ **** અને
***મહેન્દિ તો વાવી માન્ડ્વે ને એનો રન્ગ ગયો ગુજરાત ને***
આ બન્ને સમ્ભરવિ
Realy this is very nice collection
this gazal is very nice & we can share our felling to other from this gazal
સરસ ગજલ છે. બોસ ખરુ કહુ તો મજા આવિ ગઈ.
Great job you are doing for those who are proud for being Gujarati.
Jai Jinendra
Congratulations
X’lent job.
Pl pay attention to my request mention below,
Make available to download,as per my knoledge,system is not available.
pl do the needful & retrive.
By for soon