એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો.. – રમેશ પારેખ
રજુ કરું છું એક સુંદર બાળગીત…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો
તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી
આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ
—————————————-
સૌજન્ય: ટહુકો
Related posts:








ખુબજ સુન્દર …….. આ બાળગીત ની તો હુ ઘના વખત થી શોધુ છુ….
ખુબ જ સુન્દર . … વાહ..વાહ
Aape to Baal Mandir yaad karavi didhu..!!
Thank you soo much..
ભોપો નમસ્તે..આ ગીત મે મારા class મા ગાયુ હતુ..આભાર નિરજભાઈ
very nice
ખરેખર જોરદાર છે. જલસા પડી ગઈ. બાળપણના દિવસો યાદ કરાવી દીધા.
ખરેખર જોરદાર !!!!
me mara gharma badha balko ne git sambhlayu…
nice…