આલ્બમ: સમન્વય ૨૦૦૮
સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા
સ્વર: સમૂહ ગાન
હોળી આઈ ઓ રે કાના,
હોળી આઈ, આજ હોળી આઈ રે..
કદંબવનથી ડાલી નલીને ચીપચીપ બંસી બજાઈ રે.
આજ હોળી આઈ રે..
હે દૂર ગગનમેં ગુલાલ, પુરબને સુપ્રભાત
રેલ રહી લાલ લાલ
કેસરીયા કિરણોની ઝળહળ અરૂણાઈ રે..
આજ હોળી આઈ રે..
હે વાયુની વાય વેણુ, વન વનમાં સુમધુર
પાથરે પરાગ રેણુ પાગલ પ્રીતિને સૂર
વાગે ઝાંઝ-પખાવજ, ફાગણની શરણાઈ રે.
આજ હોળી આઈ રે..
હોળી આઈ ઓ રે કાના,
હોળી આઈ, આજ હોળી આઈ રે..