રાત દિવસનો રસ્તો વ્હાલમ – સુરેશ દલાલ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર:કૃષાનુ મજમુદાર
રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખુટે કેમ?
તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ.
તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,
અમે કરીશું પ્રેમ.. રાત દિવસનો રસ્તો વ્હાલમ..
તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત;
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત.
કહો આંખથી ગંગા જમના વહે એમ ને એમ,
અમે કરીશું પ્રેમ.. રાત દિવસનો રસ્તો વ્હાલમ..
Related posts:









નીરજભાઈ, ઘણા દિવસે આજે મધુર સંગીત અને ભાવવાહી શબ્દો સાંભળ્યા. આ લ્હાણી પીરસવા માટે આભાર ! એક નાનકડી ભૂલ શબ્દોમાં છે. છેલ્લેથી બીજી લીટીમાં પ્રથમ શબ્દ અહો ને બસલે કહો છપાયો છે તે આપના ધ્યાન પર અમ્સ્તુ જ મૂકું છું.
સુરેશ ભાઈનું ગીત હોય એ સરસ જ હોય અને ગણગણવું અને માણવું પણ ગમે. મજા આવી ગઈ.
નીરજભાઇ અપલોડ ફરી કરો તો મહેરબાની.’file not found’-એવો મેસેજ આવે છે.
there is some problem with Guj. fonts,i suppose.
aaje prem ni vaato karta karta
neerajbhai , jindgini taklifo oochhi thayi gayi!
keep it up.
bharti.
નીરજભાઈ,આ ગીત play નથી થતુ.error આવે છે.મહેરબાની કરી ને પાછુ upload કરો ને.આટલુ સરસ ગીત સાંભળી ન શકીએ તો મજા ન આવે.એવુ જ બીજા ગીતો મા પણ થાય છે.તમારુ collection બહુ જ સરસ છે.