આલ્બમ: અક્ષર
સ્વર: મનહર ઉધાસ
“દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતાં
એજ મળવાને મને આવ્યા હશે.
મેં પછી સમજાવતા મુજને કહ્યું
આટલી રાતે તો એ હોતા હશે?”
– કૈલાસ પંડિત
કાં પધારી એ રહ્યાં છે મેં પુકાર્યા તો નથી,
ખુદબખુદ માની ગયા છે મેં મનાવ્યા તો નથી.
દ્વાર પર આવીને મારે છે ટકોરો કોઈ,
અંધ કિસ્મત તું જરા જો એ પધાર્યા તો નથી?
ના ઘટા છાઈ શકે આવી કદી વૈશાખે,
એમણે મારા પ્રણયપત્રો જલાવ્યા તો નથી?
કેમ ખારાશ છે આવી એ સમંદરના જળે,
આંખ બે આસું કિનારે તેં બહાવ્યા તો નથી?
કેદ લાગે છે જીવન એણે નજર દીધાં પછી,
એમણે અમને જીગર માંહે વસાવ્યા તો નથી?