Home > અવિનાશ વ્યાસ, ગીત > હે આકાશ તું અજવાળાનું ઘર – અવિનાશ વ્યાસ

હે આકાશ તું અજવાળાનું ઘર – અવિનાશ વ્યાસ

March 31st, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: સમુહગાન

હે આકાશ તું અજવાળાનું ઘર,
પહેલું અજવાળું પરમેશ્વરનું,
બીજું અજવાળું સુરજનું;
ત્રીજું અજવાળું ચંદર ને તારા,
ચોથું સંધ્યાની રજનું.
પાર નથી જગે અજવાળાનો
એ તો સૌથી પર..
હે આકાશ તું અજવાળાનું ઘર.

આકાશ રડે સારી રાત,
પ્રથમ એનાં અશ્રુનાં બિંદુથી
ઘડાયો ચંદ્રનો ઘાટ;
લખકોટી તારા આસું છે કોઈનાં,
કોણ જાણે એનાં મનની વાત.
આસુંનાં તેજ આકાશમાં રહીને
આજ બન્યા છે અમર..
હે આકાશ તું અજવાળાનું ઘર.

રજનીની શૈયાથી જાગીને
સુરજે ઉષાનાં ઓજસમાં મુખ ધોયું;
કિરણોની અંગુલી અવનીને અડકી
જગ જાગ્યું ને તેજનું રૂપ જોયું.
તિલક કર્યું ભાલે, કંકુનું ક્ષિતીજે
સાંપડ્યો સોહાગી વર..
હે આકાશ તું અજવાળાનું ઘર.

Related posts:

  1. M.D.Gandhi, U.S.A.
    March 31st, 2009 at 17:31 | #1

    સારું ગીત છે.

  2. April 2nd, 2009 at 13:57 | #2

    એક અલગ જ અભિગમથી લખાયેલું ગીત. ગમ્યું.

  1. No trackbacks yet.