આલ્બમ: સંમોહન
સ્વર: પંકજ ઉધાસ
ફેરવતી નહીં તારી નજર
જે મારી નજર તે તારી નજર.
આ નીંદ પ્યાસી તારી નજર,
ફેરવતી નહીં તારી નજર.
ગંગાની પાણી તારી નજર
જમનાની વાણી છે તારી નજર
અમીથી ભરેલી છે તારી નજર
આ પૂર ઉદાસી તારી નજર
ફેરવતી નહીં તારી નજર.
પુષ્પોની મહેક તારી નજર
મારી આ નઝમ છે નજર
કમલની નજાકત છે તારી નજર
મારી તો દુઆ છે તારી નજર
ફેરવતી નહીં તારી નજર.
માતાનો ગરબો છે તારી નજર
માલીકની મહેર છે તારી નજર
આ પ્રેમનો સાગર તારી નજર
ગહેરાઈ ગગનની તારી નજર
ફેરવતી નહીં તારી નજર.