નથી મળતા – મરીઝ
સ્વર: મનહર ઉધાસ
તને જોયા કરૂં છું પણ મિલન મોકા નથી મળતા,
સિતમ છે, સામે મંઝીલ છે અને રસ્તા નથી મળતા.
નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણપોષક છે,
જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જુનાં નથી મળતા.
ભલા એવા જીવનમાં શું ફળે જીવનની ઇચ્છાઓ,
કે જ્યાં મરજી મુજબનાં નીંદમાં સપના નથી મળતા.
કરી શકતો નથી હું મારા મિત્રોની કદરદાની,
ફકત એ કારણે કે દુશ્મનો સાચા નથી મળતા.
‘મરીઝ’ અલ્લાહનાં એકત્વમાં શંકા પડે ક્યાંથી?
જગતમાં જ્યારે બે ઇન્સાન પણ સરખા નથી મળતા.
Related posts:









સુંદર ગઝલ અને એવી જ સુંદર રજૂઆત
ત્’મારા બ્લોગ પર કોમેન્ટ કરવું સરળ નથી….((
શુ પ્ર્ખર વિચાર ચ્હે
ભલા એવા જિવન્માશુ ફલે જેએવન નિ ઇચ્ચ્હઓ
કે જ્યાન્ મરજિ મુજબ ન સપ્ના નથેએ મલતા
સુંદર અને હૂંફાળી ગઝલ,અને મનહરભાઈનો મખમલી અવાજ-વાહ!
દુશ્મનો સાચા મળતાં નથી ?!!
વાહ્… ક્યા બાત હૈ !!
મસ્ત ગઝલ …
બહુજ્ સ ર સ વિચાર
જ સારી ગઝલ છે.
a good composed &good voice ghazal
ઉત્તમ રચના સરસ ગીત
good