માણસ અંતે ચાહવા જેવો – સુરેશ દલાલ
સ્વર: સૌમિલ મુન્શી
સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ના, ના, નહીં ધિક્કારવા જેવો,
માણસ અંતે ચાહવા જેવો.
ખુણા ખાંચા હોય છતાંયે,
માણસ એતો મન મૂકીને
ગીત ગઝલમાં ગાવા જેવો.
માણસ અંતે ચાહવા જેવો.
હિમશીખાની શાતા જેવો,
વડવાનલ કે લાવા જેવો,
અવસર માતમ લાવા જેવો,
અંત વિનાના પ્રશ્નો પૂછે.
માણસ કેવો? માણસ તો માણસના જેવો.
જેવો તેવો હોય છતાંયે
સાચા દિલની વાહ-વાહ જેવો
માણસ અંતે ચાહવા જેવો.
વાહ! જ્યારે મોટા ભાગના લોકો કદાચ એવું વિચારતા હોય કે “માણસ ધિક્કારવા જેવો” ત્યારે આ કવિતાનાં શબ્દોથી મન પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે!
શ્રી સુરેશ દલાલનું મસ્ત મસ્ત ગીત છે.
Very good,Special creation of God.Really Manas ante chahava jevo
વાંચવાની તો મજા આવેલી જ પણ સાંભળવાની ઓર મજા…..!!