આખા નગરની જલતી – મુકુલ ચોક્સી
સ્વર: રાસબિહારી દેસાઈ
આખા નગરની જલતી દિવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
ઇચ્છા વિષે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.
વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.
આખા નગરની જલતી દિવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
Related posts:









આ આખી ગઝલ (ખૂટતા ત્રણ શેર) અને એની પાછળની રોમાંચક-દિલધડક વાર્તા આપ અહીં માણી શકો છો:
http://tahuko.com/?p=4730
ખુબ જ સરસ ગઝલ છે… એક એક શેર નહી,એક એક શબ્દ ચોટદાર છે… a rare gazal… good,Niraj…
દરેક શેર ચોટદાર છે.
સુંદર ગઝલ
સરસ ગઝલ. આભાર
રાસબીહારીભાઈના મેઘ્ ધન કંઠ, સરસ રચના,
આફરિન…, આફરિન…, આફરિન…
આફરિન…, મુકુલભાઇના શબ્દ પર…
આફરિન…, રા. દે. ના સૂર પર…