Home > ગઝલ, નયનેશ જાની, માધવ રામાનુજ > પત્ર લખું કે લખું કવિતા – માધવ રામાનુજ

પત્ર લખું કે લખું કવિતા – માધવ રામાનુજ

સ્વરાંકન/સ્વર: નયનેશ જાની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે કરું કે
વાત કરું કે કરું વાર્તા, સાજન તમને ગમે કરું કે.

ટહુકા પરથી મોર ચીતરવો, પીંછા પરથી કોઈ પક્ષીને
પાન પરથી જંગલ રચવું, સાજન તમને ગમે કરું કે.

આસું ને ઝાકળ એ બન્ને રોજ ખરે પણ કોણ ઝીલતું
પુષ્પ અગર તો પત્થર બનવું, સાજન તમને ગમે કરું કે.

મનગમતી વાતો જે મનમાં, મનમાં મનમાં ઉગે આથમે
એનું ગીત કદી ગણગણવું, સાજન તમને ગમે કરું કે.

Please follow and like us:
Pin Share
  1. Bharat Atos
    May 20th, 2009 at 14:27 | #1

    પોતાના પ્રિયપાત્રને રીઝવવા માટે કવિનો ખુબ જ સુંદર પ્રયાસ.
    ખરેખર મજા આવી ગઇ.
    કોઇની યાદ આવી ગઇ.
    નીરજભાઇ આ ગઝલ પોસ્ટ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
    દિલથી…..

  2. May 20th, 2009 at 14:41 | #2

    આસું ને ઝાકળ એ બન્ને રોજ ખરે પણ કોણ ઝીલતું
    પુષ્પ અગર તો પત્થર બનવું, સાજન તમને ગમે કરું કે

    ખૂબ સુંદર ગઝલ અને એટલું જ મજાનું સંગીત. વાહ નીરજભાઇ વાહ

  3. કિરણ
    May 21st, 2009 at 03:52 | #3

    અતિ સુદર ગઝલ અને અદભુત ગાયકી
    ખુબજ મઝા આવી
    આભાર નીરજભાઇ

  4. POOJA PATEL
    May 21st, 2009 at 06:11 | #4

    MAST NIRAJ BHAI KHUB J SARAS THANK YOU

  5. May 21st, 2009 at 21:33 | #5

    ઇમેલ લખુ કે લખુ કોમેન્ટ,મિત્ર તમને ગમે કરું કે
    ફોન કરું કે કરું ફેક્સ,મિત્ર તમને ગમે કરું કે…. ઃ-))

    સરસ ગઝલ લઈ આવ્યો છું, નીરજ..

  6. May 22nd, 2009 at 09:54 | #6

    અરે વાહ .. મજાના શબ્દો.. અને હા ધ્વની … તે જે વિકલ્પો આપ્યા એમાંથી કશું જ નહી પણ ફક્ત સ્ક્રેપ… ખરુને નીરજભાઇ..? 🙂

  7. janakray bhatt
    May 29th, 2016 at 23:45 | #7

    સજન ને શું ગમે તેની મન માં થતી મુંઝવણ અને દિલ માં આવતા ઉમળકા ના ઉભરા કેમ વ્યક્ત કરવા ની તાલાવેલી ની સચોટ રજુવાત. શબ્દો, સ્વર તેમજ સ્વરાંકન સુંદર. બહુજ મજા આવી.

  8. tia
    January 13th, 2017 at 20:10 | #8

    દરેક “કરું” ની જગ્યાએ “ખરું” હોવું જોઈએ અને સ્વર “નયનેશ જાની” ના બદલે “નયન પંચોલી” લખી ને સુધારવું જોઈએ

  1. No trackbacks yet.