Home > ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’, મનહર ઉધાસ > મિલનનાં દીપક – બરકત વિરાણી ‘બેફામ’

મિલનનાં દીપક – બરકત વિરાણી ‘બેફામ’

April 30th, 2009 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મિલનનાં દીપક સૌ બુઝાઈ ગયાં છે,
વિરહનાં તિમિર પણ દહન થઈ ગયાં છે;
અભાગી નયન વાટ કોની જુએ છે,
હતાં સત્ય જે એ સ્વપન થઈ ગયાં છે.

અમારાં સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી?
સ્વપનમાં રહેલા સુખો થાય સાચા;
કે આ વાસ્તવીક જગનાં સાચાં સુખો પણ,
અમારા નસીબે સ્વપન થઈ ગયાં છે.

ઘણાએ દુ:ખો એ રીતે પણ મળ્યા છે,
કે જેને કદી જોઈ પણ ના શક્યો હું;
ઘણી એ વખત નીંદમાં સુઈ રહ્યો છું,
અને બંધ આંખે રૂદન થઈ ગયાં છે.

નથી મેળવાતી ખુશી સંપત્તીથી,
આ મોજાં રડીને કહે છે જગતને;
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે,
સમુદ્રોનાં ખારા જીવન થઈ ગયાં છે.

પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ,
પ્રણયની પછી પણ મને કામ આવ્યા;
પ્રસંગો ઉપરનાં એ પડદાં બન્યા છે,
ઉમંગો ઉપરનાં એ કફન થઈ ગયાં છે.

કવિ દિલ વીના પ્રકૃતિનાં સીતમને
બીજું કોણ ‘બેફામ’ સુંદર બનાવે?
મળ્યા દર્દ અમને જે એનાં તરફથી,
અમરા તરફથી કવન થઈ ગયાં છે.

Please follow and like us:
Pin Share
  1. April 30th, 2009 at 12:57 | #1

    વિરહનાં તે મીર પણ દહન થઈ ગયાં છે

    – આ લીટી આ પ્રમાણે સુધારી લેજો:

    વિરહના તિમિર પણ દહન થઈ ગયા છે

  2. Bharat Atos
    April 30th, 2009 at 17:28 | #2

    મનહરભાઇના અવાજમાં આ ગઝલ માણવાની ખુબ મજા આવી.

  3. POOJA PATEL
    May 1st, 2009 at 10:12 | #3

    વાહ બહુજ સરસ

  4. May 7th, 2009 at 13:49 | #4

    “વાસ્તવિક”, “વિના”, “સિતમ”, “સંપત્તિ” જોડણી સુધારી લેશો.
    બાકી મજાનું ગીત. સુંદર.

  1. No trackbacks yet.