છૂંદણા – ચિંતન નાયક
May 26th, 2014
6 comments
આલ્બમ:શબ્દ પેલે પાર
સ્વરકાર:પરેશ નાયક
સ્વર:હિમાલી વ્યાસ નાયક
સ્વરકાર:પરેશ નાયક
સ્વર:હિમાલી વ્યાસ નાયક
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
છૂંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વા’લમા,
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..
થોકબંધ ટહુકાઓ આઘા ઠેલા ને તોય,
પડઘાતી અંતરની કૂઈ..
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..
ગામતર આંખુયે વાત્યુંનો વગાડો
ને મહેરામણ મેહણાનો હેમ,
એમાં હું અપલખણી ગાગર લઈ હાલી
ને છલકાતી આંખે સીમ,
પગથીમાં પથરાતા રણકાને નીંદે છે
વડલાઓ સખીઓ ને ફૂઈ..
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..
ખાતરમાં લાલ લાલ ચાસ પડે એવા
કે આથમણા ઉગમણા લાગે,
મેળે માહલ્યાની વેળ મેડીએ મૂકી
ને તોયે ભણકારા ભીંતોને ભાંગે,
મહેકી મહેકીને મને અધમૂઈ કરતી
આ મારાતે આંગણાની જૂઈ..
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..
Categories: ગીત, ચિંતન નાયક, પરેશ નાયક, શબ્દ પેલે પાર, હિમાલી વ્યાસ નાયક chintan naik, gujarati geet, himalee vyas naik, paresh naik
તાજેતરનાં અભિપ્રાયો