Archive

Click play to listen all songs in ‘સોલી કાપડિયા’ Category
This text will be replaced by the flash music player.

ગગનના ખેરવે – મનોજ મુની

October 14th, 2009 1 comment

સ્વર: સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગગનના ખેરવે ખુદથી સિતારા થઈ જવું મારે
કરીને પ્રેમ મળતાં દર્દને સહેવા ફરી મારે.

રહું દ્રષ્ટિમાં તારી હું સતત એ એક આશયથી,
થવું છે ધ્રુવ ઉત્તરમાં નિરંતર સ્થિર થઈ મારે.

કહ્યું ‘તું મેં જ તમને કે પ્રિયે તું ચાંદથી પ્યારી,
નજીકે ચાંદથી કરવી છે બસ સરખામણી મારે.

નસીબે હોય ખરવાનું, ખરું હું તારે આકાશે,
તમન્ના તું કરે જોઈ મને એ પણ ઘણું મારે.

taintedsong.com taintedsong.com taintedsong.com

આકાશ ના ગ્રહે મને – મનોજ મુની

September 28th, 2009 3 comments

સ્વર: સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આકાશ ના ગ્રહે મને ધરતીએ ના ધરે,
બ્રહ્માંડમાં તું દે જગા વિરમું અહીં હવે.

તારાની સંગે રહું જરા સરખા હૃદય મળે,
તુટતાં વિલીન થઇ જતાં જોયા ઘણા અમે.

વાચાનાં ભેદ બ્રહ્મને ખુદને પૂછી લઉં,
વાણી દીધી મનુષ્યને સમજીને શું તમે?

સંવેદના ભરી દિલે શેં આટલી તમે?
ભરવાને શ્વાસ ક્યાં જગા મળશે હવે મને.

taintedsong.com taintedsong.com taintedsong.com

મેળાનું નામ ના પાડો – ભાગ્યેશ જ્હા

August 26th, 2009 5 comments

સ્વર: સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મેળાનું નામ ના પાડો તો સારું કે મારામાં મેળાની ભરતી,
મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળો તો મળવાની ધરતી.

મેળવિણ મેળામાં છલકે અવાજ અને ભક્તિ તણાય જાણે ચીડમાં,
માણસની જાત એના સગાં ભગવાન માટે ટોળે મળી છે ભીની ભીડમાં.
મેળાનું ગીત ક્યાંય ફરકે ધજામાં ને આંખ થઈ એકલતા ફરતી,
મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળો તો મળવાની ધરતી.

મંદિરના ખોબામાં ઉભરાણું આજ કશું મારા સિવાય મને ગમતું,
અધરાતે જન્મોનો ખોળ્યો ઉકેલ કશું કાન જેવું આભમાંથી ચમક્યું,
ભીની નજર મારી મોરલીની ધાર એમાં રાધાની વારતા કરતી.
મેળાને હોય નહીં મંદિરનું સરનામું, મેળાની મારામાં ભરતી.

taintedsong.com taintedsong.com taintedsong.com

તમે અહીંયા રહો તો – ભાગ્યેશ જ્હા

September 26th, 2008 7 comments

સ્વર: સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમે અહીંયા રહો તો મને સારું રહે,
આ જળને વહેવાનું કંઈ કારણ રહે.

તમે આંખોથી આંસુ નીચોવી લીધું,
આ વાદળને રડવાનું કાનમાં કીધું;
તમે આવજો કહીને પછી આવશો નહીં,
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં.
આ શબ્દોને ઉંડું એક વળગણ રહે,
આ જળને વહેવાનું કંઈ કારણ રહે.

હવે સૂરજ આથમશે તો ગમશે નહીં,
આ સપનાનો પગરવ વર્તાશે નહીં;
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં,
અને આભ સાથે કોઈ’દિ બોલશું નહીં.
મારા દર્દોનું એક મને મારણ રહે,
આ જળને વહેવાનું કંઈ કારણ રહે.

એક પંખી સૂરજ સામે સળગી જશે,
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે;
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં,
આ ખારા સાગરને ખૂંદતા નહીં.
અહીં વરસાદે વરસાદે ભીનું રહે,
આ જળને વહેવાનું કંઈ કારણ રહે.

અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ,
આંખ રડશે કે તડકામાં સળગી’તી ભૂલ;
તમે આશાની આશામાં રડશો નહીં,
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં.
અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે,
આ જળને વહેવાનું કંઈ કારણ રહે.

taintedsong.com taintedsong.com taintedsong.com

મૌન કહો તો – નીલેશ રાણા

September 16th, 2008 6 comments

સ્વર: સોલી કાપડીઆ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મૌન કહો તો એક શબ્દ છે, આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે ને, પળમાં વહેતું પાણી.

જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઈ,
પત્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રગટે એજ નવાઈ,
નદી સરોવર સમદર જળની જુજવી હોય કહાણી.

રેતી પર એક નામ લખું ને પવન ભુંસતો જાય,
જળમાં તારું નામ લખું તો તરંગમાં લહેરાય,
લઈ રહસ્યો પછી જિંદગી બેઠી ઘુંઘટ તાણી.

taintedsong.com taintedsong.com taintedsong.com