આલ્બમ: સમન્વય ૨૦૦૫
સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા
સ્વર: બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય
ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયા,
કાયા લોટ થઈ ને ઉડી, માયા તોય હજી ન છૂટી,
ડંખે સૂની મેડી ને સૂનાં જાળિયા..
ઝીણા ઝીણા રે..
સૂની ડેલીને જોઈ પૂછશો ના કોઈ,
કે અવસરિયા કેમ નથી આવતા?
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને,
એટલે તોરણ નથી રે બાંધતા..
ઝીણા ઝીણા રે..
એક રે સળીને કોયલ માળો માનીને,
જીવતર જીવી ગઈ હવે થાય શું?
ઈ રે માળામાં કોઈ ઈંડું ન મુકશો,
મુકશો તો હાલરડાં ગાઈશું..
ઝીણા ઝીણા રે..