Archive

Posts Tagged ‘amar bhatt’

ભજન કરે તે જીતે – મકરંદ દવે

May 11th, 2010 3 comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તુલસીદલથી તોલ કરો
તો બને પવન પરપોટે,
અને હિમાલય મુકો હેમનો
તો મેરુથી મોટો.
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.
હે વજન કરે તે હારે
મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સાચ ખોટના ખાતાં પાડી
એમાં તું નહીં ખાટે.
સહેલીશ તું સાગર મોજે કે
પડ્યો રહીશ પછી તે?
રે મનવા, ભજન કરે તે જીતે.
હે વજન કરે તે હારે
મનવા, ભજન કરે તે જીતે.

આવ હવે તારા ગજ મૂકી
વજન મુકીને વરવાં
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે.
રે મનવા, ભજન કરે તે જીતે.
હે વજન કરે તે હારે
મનવા, ભજન કરે તે જીતે.

taintedsong.com taintedsong.com taintedsong.com

કુંચી આપો બાઈજી – વિનોદ જોશી

April 22nd, 2010 5 comments
આલ્બમ:સમન્વય ૨૦૦૫
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કુંચી આપો બાઈજી,
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી?

કોઈ કંકુ થાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો,
ખડકી ખોલો બાઈજી,
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી,
મારા મૈયરની શરણાઈજી..

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદીયું પાછી ઠેલી,
મારગ મેલો બાઈજી,
તમે કિયા કુહાડી વેડી મારા દાદાની વડવાઈજી,
મારા મૈયરની શરણાઈજી..

taintedsong.com taintedsong.com taintedsong.com

હવે મળશું તો સાંજને સુમારે – હર્ષદ ત્રિવેદી

April 14th, 2010 4 comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અનાર શાહ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હવે મળશું તો સાંજને સુમારે,
આથમતો સુરજ હો આછો હો ચંદ્રમાં,
અવનિનાં એવા ઓવારે,
હવે મળશું તો..

પગલામાં સહેજે ઉતાવળ ના હોય
અને અમથોય હોય ના ઉચાટ,
એવો ઉમંગ ચઢે દિલને દુવાર
જાણે ઝૂલ્યા કઈ હિંડોળાખાટ.
ચાંદનીના પડછાયા આંખોમાં વિસ્તરતા,
ઝાળ ઝાળ અગ્નિને ઠારે.
હવે મળશું તો..

પોતાની આંખોમાં સુખનો સુરજ લઈ
પંખીઓ ફરવાના પાછાં,
એકાદિ ડાળી કોઈ એકાદા માળામાં,
ઉતરશે અંધારા આછા.
આપણે તો ખીલવાનું મોગરાની જેમ
અને રહેવાનું ક્યારાની ધારે.
હવે મળશું તો..

taintedsong.com taintedsong.com taintedsong.com

હવે ક્યાં મળે છે? – અદમ ટંકારવી

April 8th, 2010 No comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એ નજરોથી નજરો હવે ક્યાં મળે છે?
અણીશુદ્ધ ગઝલો હવે ક્યાં મળે છે?

જે માણસ હતો આ નગરનો જ હિસ્સો,
એ માણસનો પત્તો હવે ક્યાં મળે છે?

કયું, કોણ ક્યારે, કહીં, કેમ, કેવું?
કશાયે જવાબો હવે ક્યાં મળે છે?

જ્યાં આંખો મીંચીને અમે ચાલતા’તા,
‘અદમ’ એજ રસ્તો હવે ક્યાં મળે છે?

taintedsong.com taintedsong.com taintedsong.com

પગલા વસંતના – મનોજ ખંડેરિયા

April 6th, 2010 5 comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ ડાળ ડાળ જાણે કે પગલા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી પગલા વસંતના.

આ એક તારા અંગેને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના.

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા આજ આંખમાં આંબા વસંતના.

ઉડી રહ્યાં છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયાં છે આજ તો છાંટા વસંતના.

taintedsong.com taintedsong.com taintedsong.com