ફેરવતી નહીં તારી નજર – કમલેશ સોનાવાલા
સ્વર: પકંજ ઉધાસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ફેરવતી નહીં તારી નજર
જે મારી નજર તે તારી નજર.
આ નીંદ પ્યાસી તારી નજર,
ફેરવતી નહીં તારી નજર.
ગંગાની પાણી તારી નજર
જમનાની વાણી છે તારી નજર
અમીથી ભરેલી છે તારી નજર
આ પૂર ઉદાસી તારી નજર
ફેરવતી નહીં તારી નજર.
પુષ્પોની મહેક તારી નજર
મારી આ નઝમ છે નજર
કમલની નજાકત છે તારી નજર
મારી તો દુઆ છે તારી નજર
ફેરવતી નહીં તારી નજર.
માતાનો ગરબો છે તારી નજર
માલીકની મહેર છે તારી નજર
આ પ્રેમનો સાગર તારી નજર
ગહેરાઈ ગગનની તારી નજર
ફેરવતી નહીં તારી નજર.
very nice mane bahu gami
મરીઝની સારી ગઝલ છે.
સરસ રચના. ખૂબ ગમી.
કમલેશ સોનાવાલાની એક વધુ સુંદર રચના! તેમના ગીતોના લાઈવ કાયૃક્રમો માણ્યા
છે.
its owesome.
its very great to read and tells your loveone
Superb