Home > આરતિ મુન્શી, સુરેશ દલાલ > હું એક અનામી નદી – સુરેશ દલાલ

હું એક અનામી નદી – સુરેશ દલાલ

સ્વર: આરતિ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હું એક અનામી નદી : દરિયો ઝંખું છું.
હું એક ભટકતું કિરણ : જળને ઝંખું છું.

હું સદી સદીથી વહું : વિસામો ઝંખું છું.
હું સાવ અજાણ્યો કાળ : પળને ઝંખું છું.

હું ફૂલબ્હાવરી લહર : પરિમલ ઝંખું છું.
હું કૈંક ઝંખના લઈ : મનને ડંખું છું.

નથી ઝંખવું કંઈ : એ જ હું ઝંખું છું.
રંગ વિનાનો રંગ : અસંગને ઝંખું છું.

Please follow and like us:
Pin Share
  1. June 25th, 2009 at 10:25 | #1

    સરસ શબ્દો …

  2. June 25th, 2009 at 10:42 | #2

    wonderful……
    simply superb !! words & music & voice, too..!!

  3. dinesh
    June 27th, 2009 at 05:59 | #3

    Amaizing, your words of the script are fantastic !

    Really,excellent

  4. M.D.Gandhi, U.S.A.
    June 30th, 2009 at 17:10 | #4

    નથી ઝંખવું કંઈ ; એજ હું ઝંખું છું.

    નથી જોઈતું એજ પણ “જોઈએ” તો છે. સરસ રચના છે.

  5. Dhiru Shah
    July 15th, 2009 at 20:32 | #5

    ખુબ સુન્દર રચના. અને અન્ત તો climax. આનન્દ આવ્યો.

  1. No trackbacks yet.