આલ્બમ: સમન્વય ૨૦૦૬

સ્વર: આશિત દેસાઈ, હેમા દેસાઈ



અરે! મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ એક બે,
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખા નગરમાં મળે માંડ જણ એક બે.

ઉઝરડા, ઉઝરડા અને લોહીલુહાણ આખાય જીવતરનાં કારણ છે શું?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : સ્મરણ એક બે.

પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે,
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એક બે.

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા ‘રમેશ’
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે.