કો’ક દિ ફુરસદ મળે તો…

આલ્બમ: અર્પણ

સ્વર: મનહર ઉધાસ



“જીવનમાં જ એની કબર થઈ ગઈ છે,
છું મારવાનો એવી ખબર થઈ ગઈ છે.
નથી શક્ય રજનીનું મળવું ઉષાથી?
સલામ આખરી કે સફર થઈ ગઈ છે.”

કો’ક દિ ફુરસદ મળે તો લે ખબર,
દિલ ઉપર વીતે છે શું તારા વગર?

પાનખરમાં પણ બહાર આવી ગઈ,
પ્રેમગીતોની અનોખી છે અસર.

આંખમાં તુજ યાદના આંસુ ન હો,
એક પળ વીતી નથી એવી પ્રહર.

એજ છે ‘રજની’ દીવાનો જોઈ લો,
ગાય છે જે ગીત ઉષાનાં દરબદર.