Home > આલાપ દેસાઈ, ગીત, જગદીશ જોષી, સોલી કાપડિયા > અમને પાગલને – જગદીશ જોષી

અમને પાગલને – જગદીશ જોષી

November 25th, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન: દક્ષેશ ધ્રુવ
સ્વર: આલાપ દેસાઈ, સોલી કાપડિયા

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહીં.

બારી ખોલો ને બારણાં તો બંધ,
છલકાયે નહીં એ તો કેવો ઉમંગ.
માટીમાં મહેંક છે, ગારો નહીં રે.
અમને પાગલને..

જળની આ માયા મેં છોડી નહીં,
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં.
હું તો મારો નહીં ને હું તો તારો નહીં રે.
અમને પાગલને..

Related posts:

  1. kanubhai Suchak
    November 25th, 2009 at 11:07 | #1

    સોલી તો સરસ ગાયક છે જ પરન્તુ આલાપ નવોદિત હોવા છતા દક્ષેશભાઈના સ્વરાન્કનને સુન્દર ન્યાય આપ્યો છે. બન્નેની જુગલબન્ધી રન્ગ લાવે છે.
    જગદીશ જોશીની આ ક્રુતિમા પણ વેદના વાણી થઈ વહી છે.

  2. Maheshchandra Naik
    November 26th, 2009 at 04:53 | #2

    સરસ જુગલબન્ધી, સ્રરસ સ્વરાંકન, કવિશ્રી જગદીશ જોશી વેદના વ્યક્ત કરતા રહે છે……..આપનો આભાર…….

  3. December 5th, 2010 at 06:27 | #3

    સોલી તથા આલાપ નું કોમ્બીનેસન તદ્દન ફીટ છે. કેરી ઓન

  4. March 1st, 2011 at 01:49 | #4

    ખૂબ સરસ રચના

  5. યજ્ઞાંગ પંડયા
    April 17th, 2011 at 03:27 | #5

    યે બાત …!!

  1. No trackbacks yet.