આંખો રડી પડી અને… ‘અવાજ’ – મહેંક ટંકારવી
સ્વર: મનહર ઉધાસ
આંખો રડી પડી અને રેલાય છે અવાજ
છે બંધ હોઠ તોય વહી જાય છે અવાજ
બોલ્યા તમે એ વાતને વર્ષો થઇ ગયા
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ
હોઠોનું સ્મિત આંખના મદમસ્ત ઇશારા
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ
છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ
દિલની દિવાલો ગુજંતી થઇ જાય છે ‘મહેંક’
જો એની યાદનો કદી અથડાય છે અવાજ
આંખો રડી પડી અને રેલાય છે અવાજ
છે બંધ હોઠ તોય વહી જાય છે અવાજ
Related posts:
Categories: અવાજ, ગઝલ, મનહર ઉધાસ, મહેંક ટંકારવી gujarati gazal, mahek tankarvi, manhar udhas
Email This Post
Print This Post
Email This Post
Print This Post







THANKS NIRAJBHAI FOR BRING MY PAST IN PRESENT.