હું ને ચંદુ છાનામાના – રમેશ પારેખ
મૈત્રી… મૈત્રી એટલે એવું મંદિર જેની ધજા પવન વગર પણ ફરફરતી રહે છે. મૈત્રી એટલે એવો ખભો જેના શર્ટને કોલર નથી હોતા. ટીકીટ વગરની સફર છે આ મૈત્રી. આપણા કોઇ એક મિત્રનુ નામ ચંદુ તો હોય જ છે અને જો નથી હોતું તો આપણે પાડી દઇએ છિએ. તો આ સરસ મજાનું બાળગીત મારા એ મિત્રો માટે જેમનું નામ મેં ચંદુ પાડ્યું અને એ મિત્રો માટે પણ જેમણે મારું નામ ચંદુ પાડ્યું.
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા,
લેસન પડતું મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી,
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મૂંગી.
દાદાજીના ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ.
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ.
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક.
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતા ચંદુડીયાએ બુમાબુમ જગાવી.
દોડમદોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી-પપ્પા,
ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા.
Related posts:
Email This Post
Print This Post







well.. this is an excellent work.. i really appreciate this…
anyway.. nee keep doing …
i really love to watch this blog..
it creates energy.. really…
again gr8 work…
thank you..
બહુ સરસ મારા મિત્ર ચન્દુ ને આ ગીત સમ્ભળાવી અને આનન્દ લઇશ્
આ ગિત બોમ્બે ના જયદ્ઇપ સ્વાદિયા ના કઁઠે સાઁભડવા જેવુ છે
ગુજરાતી માધ્યમમાં શાલેય શિક્ષણ લીધું હોય તે સર્વેને આવડતું અને ગમતું બાળગીત. દરેકને ગમે તેવુ…
મારું ખુબ ખુબ ખુબ જ ગમતું ગીત… આભાર દોસ્ત… આ ગીત વગર, મારા ‘ડે ઓફ’ ની સવાર કેટલી અધુરી છે, એ આજે સવારે જ ખબર પડી..!! જ્યારે હું આ ગીત ના સાંભળી શકી..!! અને કદાચ એટલે જ પચાસેક વાર સાંભળ્યા પછી, આજે આ ગીત માટે કોમેન્ટ લખુ છું..! આ દોસ્તી નું ગીત.. આપણી ગેંગ ને નામ..!!
વાહ શુ વેબસાઇટ મલી અને માણી,, કેટ્લા વખત થી રામ તમે સીતાજી ની તોલે ન આવો ગીત શોધતો હતો આજે અચાનક મલ્યુ અને સાંભળ્યુ અને શુ આનંદ થયો તેની તમને કોઈ ને કલ્પના પણ નહી હોય….. વાહ
આભાર આભાર
હિમાંશુ શાહ્.
very nice…
મને બરોબર યાદ છે અમને અમારા મુસિક ટીચેર એ આ ગાયન આમારા મુસિક ચ્લાસ્સ માં ઘણી વાર ગવડાવ્યું હતું . પુરાની યાદો તાજા કરવા બદલ ખુબ ખુબ આભર
આ ગીત મારા એક મિત્ર પાસે સાંભળ્યું ત્યાર થીજ આ ગીત સોધતો હતો ……ખરે ખુબ સરસ રચનાછે
આજે આપણી પાસે આવાં બાળ ગીતો જ નથી કે જે આપણે આપણાં બાળકો ને સંભળાવી શકીએ …..