એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ
સ્વર: શ્યામલ મુનશી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી ;
એક નો પર્યાય થાય બીજું.
આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે ;
હોઠોથી બોલે કે ખીજ્યું.
ચાહે તે નામ તેને દઇદો તમે રે ભાઇ ;
અંતે તો હેમનું હેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી ;
કાયમના રહેશો પ્રવાસી.
મન મૂકી મહોસ્શો તો મળશે મુકામ એનું ;
સરનામું સામી અગાસી.
મનગમતો મોગરો મળશે વટાવશો ;
વાદ્યાની વાડ જેમ જેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.
દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ.
——————————
ફરમાઈશ કરનાર મિત્ર: મંથન
Related posts:








પ્ ્રેમ થૈ જાય એવું ગીત છે !!!!!!!
વાહ દોસ્ત વાહ્.. આખરે તમે આ ગીત અમને આપ્યું જ… આભાર દોસ્ત.
સ્વર, કોમ્પોઝીશન અને શબ્દો બધુ જ માણવાલાયક છે..
બહ જ ગમ્યુ. આલ્બમનુ નામ આપશો ?
કેતન
thanks u
nirajbhai
for this song
અઁતે તો હેમ નુ હેમ ..ખરેી વાત છે…!!… સુઁદર કર્ણ પ્રિય ગેીત્..
તુસિ યે ગીત બડા ચન્ગા આપ્લોડ કિયે હે.
ખરેખર ખૂબ જ મજા પડી ગઈ
શબ્દો પર ભાર દો. THAT IS AWESOME .
PREMNI ANATHI VADHRE KOI PARIBHASHA HOY KHARI?
સાચે સારું ગીત બનેલું છે
ગમ્યું …..રોજ
દિવસ..માં
૫..વાર.
સાંભળું..છું
થન્ક્સ
ગમે આવી ગીતો ની રચના..
આમ પૂછી ને નહિ થાય prem