Home > ગઝલ, દિગંત પરીખ, પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે > ખુદાને પામવાનું – દિગંત પરીખ

ખુદાને પામવાનું – દિગંત પરીખ

February 11th, 2010 Leave a comment Go to comments
સ્વર:પુરષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


ખુદાને પામવાનું નામ શ્રદ્ધા,
દુઆઓ માંગવાનું નામ શ્રદ્ધા.

ધીરજની ગાંસડી માથે મૂકીને,
દુ:ખોને ઢાંકવાનું નામ શ્રદ્ધા.

તમે આવો નહીં ને તે છતાંયે,
તમારા આવવાનું નામ શ્રદ્ધા.

સંબંધો તૂટે એનું નામ શંકા,
સંબંધો સાંધવાનું નામ શ્રદ્ધા.

  1. Maheshchandra Naik
    February 11th, 2010 at 16:11 | #1

    શ્રધ્ધાની વાત જ નોખી છે………….અને ધીરજ થકી જ જીવનની મઝા જ ઔર હોય છે..

  2. February 12th, 2010 at 13:11 | #2

    ચારેય શેર ખૂબ જ સુંદર થયા છે…

    અને ગાયકી સોનામાં સુગંધ…

  3. February 12th, 2010 at 18:42 | #3

    શ્રધ્ધા જેવા સંવેદનશીલ શબ્દને એની મૂળ અસ્મિતાને ઉજાગર કરતા કાફિઆ અને ભાવ અભિવ્યક્તિના સામર્થ્ય વડે સાંકળી બહુ જ સરસ ગઝલ બની શકી છે.
    એમાં ગાયકીએ રંગભરીને વધુ આસ્વાદ્યતા ઉમેરી.
    અભિનંદન.

  1. No trackbacks yet.