એક છોકરી છોકરાને કાગળ લખે – સુરેશ દલાલ
સ્વર: નયન પંચોલી
એક છોકરી છોકરાને કાગળ લખે,
અષાઢી વેલેરા વાદળ લખે.
હોય હોય ને બીજું કાગળમાં હોય શું?
તારા વિના ત્યાં ગમતું નથી.
આંખોમાં આવેલું આંસુનું પૂર
કેમે કરીને હવે શમતું નથી.
કાળા ભમ્મર એ કાજળ લખે,
એક છોકરી છોકરાને કાગળ લખે..
કાં’તો લઈ જા મને, નહીતો તું આવ,
આમ જુદા રેહવાની વાત સારી નથી.
તારી સાથે જો રહેવાનું હોય તો
દુનિયા કદીયે નઠારી નથી.
શૈયા હૈયાની વાત પાગલ લખે,
એક છોકરી છોકરાને કાગળ લખે..
Related posts:









વેલેન્ટાઈન દિવસનો આનંદ બમણો થઈ ગયો,હેપ્પી વેલેન્ટાઈન ડે!!!!!!!!!!!!!!!!!!!
સુન્દર …!!
thanks a lot i enjoy every beat !
DHARMISHTHA
સુંદર કાવ્ય છે.
Reminds me of last sixty years story on velantine day. Very Excellant and Nice.
Just superb – reflects love thanks suresh bhai
ખુબ જ્ સરસ રચના ૬.
ખુબ સરસ સુ. દલાલ ની આ રચના છે, અને નયન પંચોલી નો અવાજ દાદ માંગીલે છે, સુ.દલાલ ના વિયોગ ના કાવ્યો નું પૂછવુંજ શું ? શિલ્પા