Home > આશિત દેસાઈ, કૃષ્ણગીત, સુરેશ દલાલ > મોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ

મોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ

March 17th, 2010 Leave a comment Go to comments

સ્વરાંકન / સ્વર: આશિત દેસાઈ

મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ
અમને થાય પછી આરામ..

મોરલીના સૂરના ઓશિકા રાખો અડખે પડખે,
તમે નીંદમાં કેવા લાગો જોવાને જીવ વલખે;
રાત પછીથી રાતરાણી થઇ મહેકી ઉઠે આમ,
મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ.

અમે તમારાં સપનામાંતો નક્કી જ આવી ચડશું,
આંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશું;
નિંદ્રા તંદ્રા જાગૃતિમાં જળહળ ભર્યો દમામ,
મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સુઓને શ્યામ.

Related posts:

  1. Dr.Arun Parikh
    March 17th, 2010 at 13:45 | #1

    સુન્દર…અતિસુન્દર્….એક સરસ ગેીત સાભ્ળવા મલ્યુ……
    આભર્….

  2. March 17th, 2010 at 16:23 | #2

    મારું ખૂબ ગમતું ગીત…. !

    મજા આવી ગઈ.

  3. March 18th, 2010 at 06:58 | #3

    સુંદર ગીત… સાંભળવું વધુ ગમ્યું…

  4. March 18th, 2010 at 15:55 | #4

    VERY NICE LORI FOR LALJI
    IF U HAVE SOME MORE PODHANGIT P/S POST
    THANKS
    RUPA
    JSK

  5. ushma vaidya
    March 19th, 2010 at 12:39 | #5

    Thank you very much

    very nice composition.

    ushma

  6. Antara vaidya
    March 19th, 2010 at 12:44 | #6

    Megh ragga base song sung by aishwariya

    please sambhalavjo

  7. યજ્ઞાંગ પંડયા
    March 13th, 2011 at 17:05 | #7

    શબ્દાંકન અને સ્વરાંકન માટે માત્ર ત્રણ વાતો ….
    અદભુત …અદભુત …અદભુત ……
    મજા પડી ગઈ …
    રણકાર નો …આભાર …

  8. Vinod Rajput
    March 26th, 2011 at 18:29 | #8

    અતિ સુંદર ગીત !!!
    આભાર ,રણકાર !!!

  9. May 16th, 2011 at 21:20 | #9

    મેં
    અ ગીત ઘણીવાર સાંભળું છે પણ તોયે વારંવાર સાંભળવાનું
    મન થાય છે
    ધન્યવાદ

  1. No trackbacks yet.