હે કોઈ આઘે આઘેથી – હરિન્દ્ર દવે
સ્વર: જ્હાનવી શ્રીમાંકર
હે કોઈ આઘે આઘેથી વેણુ વાય છે,
રે મને જાતી રહું જાતી રહું થાય છે.
લાલ લાલ આંખડીથી સાસુ જુએ છે
હોઠ મરડીને નણદી પગ પછાડે
લહેરીયે ચડેલ મારા લોચનીયા જોઈ
ઉભો નાવલીયો બારણાની આડે
હો ઘેરા ઘેનની કટોરી કોઈ પાય છે
રે મને જાતી રહું જાતી રહું થાય છે
હે કોઈ આઘે આઘેથી…
એક દ્વાર બંધ કિધું તો
કેટલાંય મારગ આ આંખમાં સમાયા
ધૂપ થઈ ઉડી, હું ચાલી સંભાળો
હવે પીંજરામાં રહી ગઈ કાયા
હવે છાનું એ છનછન છલકાય છે
રે મને જાતી રહું જાતી રહું થાય છે
હે કોઈ આઘે આઘેથી…
Related posts:









એક દ્વાર બધ કિધુ તો
કેટલાય મારગ આ આખમા સમાયા
વાહ નિરજ બહુ જ મજા આવી આ ગીત માણવાની.
આલ્બમનુ નામ આપજે દોસ્ત.
કેતનભાઈ આ ગીત અમદાવાદમાં યોજાયેલા પ્રોગ્રામમાંથી લાઈવ રેકોર્ડીંગ કરેલું છે.
પહેલી જ વાર વાંચ્યું, સાંભળ્યું. આભાર.
બહુ જ સરસ સુર છે. લેખક, સંગીતકાર, ગાયક કોણ?
કૌમુદી મુનશીના સ્વરે સાંભળવાની વધારે મઝા આવે છે.
વાહ, કાનુડાના પ્રેમમા ઘેલી ગોપીના મનની વ્યથાને શ્રી હરિન્દ્ર દવેએ સચોટ રીતે શબ્દોમા વર્ણવી છે. જ્હાનવીની સરસ ગાયકીએ ગોપીના મનના ભાવોને બાખૂબ વ્યક્ત કર્યા છે.
આવા પ્રેમથી કોઇ યાદ કરે અને કાનુડો ના આવે એવુ બને?